રણ મહીં મૃગજળ મળે,
...તોયે જીવ ટળવળે !
ઊડતી ધૂળની ડમરીઓ ,
...'કાન્ત'ના શ્વાસ સળવળે !
***
હું સફેદ રણ છું ............!
...તું 'રણછોડ ' ન બની જતો !
તારો આવરણ છું હું,
...તું અનાવરણ ન થઈ જતો !
***
સાંજ નમ્યે રણની કાંધ પર,
...ઊતરે ઠંડી રાત !
તરસના કૂવા તરફડે,
...'કાન્ત' ક્યારે થશે પ્રભાત !
***
મારી ભીતર હલચલ દરિયાની,
...ખબર ન પડે મારા તળિયાની !
ખારોપાટ અને ઘાસ મારા અંગો,
...મને ગમે વાતો બળિયાની !
***
...તોયે જીવ ટળવળે !
ઊડતી ધૂળની ડમરીઓ ,
...'કાન્ત'ના શ્વાસ સળવળે !
***
હું સફેદ રણ છું ............!
...તું 'રણછોડ ' ન બની જતો !
તારો આવરણ છું હું,
...તું અનાવરણ ન થઈ જતો !
***
સાંજ નમ્યે રણની કાંધ પર,
...ઊતરે ઠંડી રાત !
તરસના કૂવા તરફડે,
...'કાન્ત' ક્યારે થશે પ્રભાત !
***
મારી ભીતર હલચલ દરિયાની,
...ખબર ન પડે મારા તળિયાની !
ખારોપાટ અને ઘાસ મારા અંગો,
...મને ગમે વાતો બળિયાની !
***
No comments:
Post a Comment