Friday, 28 November 2014

            રાજઘાટ

રાજઘાટની સમાધિમાં  
વર્ષોથી ગુંગળાઈને પડી 
રહેલા મહાત્મા ગાંધી
એકાએક  બહાર નીકળ્યા !
અને 
દિલ્હીમાં લટાર મારવા 
નીકળી પડયા !
થોડી જ વારમાં એ પાછા આવ્યા,
સમાધિમાં ગોઠવાયા !
વિચાર કરવા લાગ્યા 
'આ દિલ્હી છે ???
કે કોઈએ ઉડાવી ખિલ્લી છે ???
બધાં ભીગી બિલ્લીની જેમ દોડી રહ્યા છે,
ભ્રષ્ટાચારની ગંગામાં નિજને બોળી રહ્યા છે !
નેતાઓ બ્લેક કમાન્ડોના ઘેરામાં કેદ છે,
ધનવાનોને ચડયો ધનનો મેદ છે !
આઝાદી રહી ગઈ છે 1947 પાસે,
2014 બિચારો દીન  ભાસે !'
ત્યાં તો સમાધિ પર કોઈની હલચલ થઈ ,
પુષ્પોના હાર મૂકાયા,વૈષ્ણવજનના પદો ગવાયાં !
નેતાજીએ પોતાના PA ને પૂછ્યું ,
'મોહનદાસ કરમચંદ ગાંધી એ જ મહાત્મા ગાંધી ?'
અને અચાનક આવી વંટોળિયાની આંધી !
'હે રામ કહીને પોઢી ગયા બાપુ ગાંધી !'
                            ***
-'કાન્ત'





No comments:

Post a Comment