ગીત
કમખામાં સખી મોર હું ચીતરું,
અને પછી દોઢી ગાંઠ બાંધું !
હલકારો આવી સાદ પાડે આંગણે ,
ઝટપટ હું લાપસી રાંધું !
સંદેશો જયાં મારા કાને પ્રવેશે,
સૂર થઈ ને રૂડાં શબ્દો પ્રકટે,
આંખના ઇશારાને સખી એ સમજે,
મારી પાંપણના એક જ ઝટકે !
જીવતરના રસ્તે ભેટમાં મળેલા,
ફાટેલાં ઓરતાં રોજ હું સાંધું !
સપ્તપદી માંડતાં કરી'તી અમે,
હોંશે સાત વચનોની વાત !
મૂઈ હું ભોળી ને ઘાયલ પ્રેમની,
ઢોલિયા પર વીતી ગઈ રાત !
વહેલી પરોઢે મસ્ત મસ્ત ઊંઘમાં,
મને હીર-રાંઝાનું સપનું લાધું !
લીંપી-ઘૂંપી ને ઝૂંપડી છે સજાવી,
દીવડે ઝગમગાવી છે ભાત !
આવશે મારા મનનો માણીગર,
પછી સોનેરી ઊગશે પ્રભાત !
મારું હૈયું ધબક ધબક ધબકે,
'કાન્ત' મારું સમ છે એણે ખાધું !
***
-'કાન્ત'
કમખામાં સખી મોર હું ચીતરું,
અને પછી દોઢી ગાંઠ બાંધું !
હલકારો આવી સાદ પાડે આંગણે ,
ઝટપટ હું લાપસી રાંધું !
સંદેશો જયાં મારા કાને પ્રવેશે,
સૂર થઈ ને રૂડાં શબ્દો પ્રકટે,
આંખના ઇશારાને સખી એ સમજે,
મારી પાંપણના એક જ ઝટકે !
જીવતરના રસ્તે ભેટમાં મળેલા,
ફાટેલાં ઓરતાં રોજ હું સાંધું !
સપ્તપદી માંડતાં કરી'તી અમે,
હોંશે સાત વચનોની વાત !
મૂઈ હું ભોળી ને ઘાયલ પ્રેમની,
ઢોલિયા પર વીતી ગઈ રાત !
વહેલી પરોઢે મસ્ત મસ્ત ઊંઘમાં,
મને હીર-રાંઝાનું સપનું લાધું !
લીંપી-ઘૂંપી ને ઝૂંપડી છે સજાવી,
દીવડે ઝગમગાવી છે ભાત !
આવશે મારા મનનો માણીગર,
પછી સોનેરી ઊગશે પ્રભાત !
મારું હૈયું ધબક ધબક ધબકે,
'કાન્ત' મારું સમ છે એણે ખાધું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment