ગઝલ
આંખમાં લહેરાય આંસુ,
પલક પર સૂકાય આંસુ !
વિરહમાં વાંચી શકો તો,
સહેજ આ વંચાય આંસુ !
કટુ વેણની એ ક જ ઠેસે,
ગાલ પર રેલાય આંસુ !
શિશુની નિર્દોષ આંખે,
સ્ફટિક દેખાય આંસુ !
દીકરીની વિદાય વેળા,
પાદરે વળ ખાય આંસુ !
કોઈની અલવિદા ટાણે ,
'કાન્ત' ;પડઘાય આંસુ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment