ગઝલ
અનામતની ફેલાય છે આંધી અહીં,
કયાં છે સરદાર પટેલ ને ગાંધી અહીં !
સામાજિક વિષમતા ડંખે છે સૌને,
પછાત આ બકરી શાને બાંધી અહીં ?
સૌ સમાન ,સૌ સરખા એ મંત્ર આપો ,
રેશનિંગની ખીચડી શાને રાંધી અહીં ?
યોગ્યતાનો વિકાસ કરો આ દેશમાં,
વિશ્વાસ આપો યુવકોને સાંધી અહીં !
ન કોઈ OBC ન કોઈ BC ભારતમાં,
સૌને સરખી તક આપો આનંદી અહીં !
***
-'કાન્ત'
No comments:
Post a Comment