Tuesday, 18 August 2015

ગઝલ 

કયાંક  કોઈ  ઉદાસ  હશે,
એટલે ઝાકળ ખાસ  હશે !

ભ્રમર ગુંજન કરે મોજથી,
સરોજ  પર વિશ્વાસ  હશે !

તન મન વરણાગી ભાસે,
વરસાદ  આસપાસ  હશે !

આપું આલિંગન  હોંશથી,
પારસમણીનો  વાસ હશે !

ચંદ્ર ઓગળ્યો અંધારામાં,
અમાસનો ઉચ્છવાસ હશે !

વૃક્ષની જેમ  ઉર્ધ્વ ગામી,
અવકાશની તલાસ  હશે !

આજ યાદ આવે છે એની,
'કાન્ત'નો    પ્રવાસ   હશે !
               ***
-'કાન્ત'









No comments:

Post a Comment