કચ્છમિત્ર !
કચ્છીયતનો ધબકાર છે કચ્છમિત્ર !
કચ્છી ચેતનાનો વિસ્તાર છે કચ્છમિત્ર !
માત્ર અખબાર નહીં, મિત્રનો સ્તોત્ર છે,
હંમેશાં વાચકને વફાદાર છે કચ્છમિત્ર !
અર્ક ,મધુપર્ક, સંપર્કથી છે એ ભરેલો,
સાત દાયકાનો ,ચમત્કાર છે કચ્છમિત્ર !
વર્તમાનપત્ર આજે વિચરે છે સર્વત્ર,
વિશ્વસનીયતાનો આધાર છે કચ્છમિત્ર !
નોંધ લેવાય એની , દેશ-પરદેશમાં,
સ્વસ્થ ખબરનો ,પ્રચાર છે કચ્છમિત્ર !
'જિયે , ખીર પિયે, વડો ને વડો થિયે ,
'કાન્ત'ની સવારનો યાર છે કચ્છમિત્ર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કચ્છીયતનો ધબકાર છે કચ્છમિત્ર !
કચ્છી ચેતનાનો વિસ્તાર છે કચ્છમિત્ર !
માત્ર અખબાર નહીં, મિત્રનો સ્તોત્ર છે,
હંમેશાં વાચકને વફાદાર છે કચ્છમિત્ર !
અર્ક ,મધુપર્ક, સંપર્કથી છે એ ભરેલો,
સાત દાયકાનો ,ચમત્કાર છે કચ્છમિત્ર !
વર્તમાનપત્ર આજે વિચરે છે સર્વત્ર,
વિશ્વસનીયતાનો આધાર છે કચ્છમિત્ર !
નોંધ લેવાય એની , દેશ-પરદેશમાં,
સ્વસ્થ ખબરનો ,પ્રચાર છે કચ્છમિત્ર !
'જિયે , ખીર પિયે, વડો ને વડો થિયે ,
'કાન્ત'ની સવારનો યાર છે કચ્છમિત્ર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment