ચાતક
સ્વાતિ બુંદને , ગળતું ચાતક,
બુદબુદામાં , ટળવળતું ચાતક.
ઝગઝગાટ છલકે આંખોથી,
સોનેરી ક્ષણને, કળતું ચાતક.
ઝરમર વરસે ,ઘટા સાવનની,
ટીપેટીપાંમાં ,તો મળતું ચાતક.
તરસની આ કેવી આવજાવ છે ?
જો, અચાનક,ખળભળતું ચાતક.
મીટ માંડું ,ઓચિંતી આભ ભણી ,
ને,મેઘાડંબરમાં,પલળતું ચાતક.
કંઠ સૂકાય, રણવચાળે જયાં ,
'કાન્ત ' માંહે,સળવળતું ચાતક .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સ્વાતિ બુંદને , ગળતું ચાતક,
બુદબુદામાં , ટળવળતું ચાતક.
ઝગઝગાટ છલકે આંખોથી,
સોનેરી ક્ષણને, કળતું ચાતક.
ઝરમર વરસે ,ઘટા સાવનની,
ટીપેટીપાંમાં ,તો મળતું ચાતક.
તરસની આ કેવી આવજાવ છે ?
જો, અચાનક,ખળભળતું ચાતક.
મીટ માંડું ,ઓચિંતી આભ ભણી ,
ને,મેઘાડંબરમાં,પલળતું ચાતક.
કંઠ સૂકાય, રણવચાળે જયાં ,
'કાન્ત ' માંહે,સળવળતું ચાતક .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment