મોટો બંધ !
મોટા બંધ સાથે અમારે ,
સદીઓનો સંબધ છે !
લાગણીઓ, શ્વસે છે એમાં,
બધું, બધું જ અકબંધ છે !
જોશભેર વહેવા લાગે એ,
વર્ષાનો એ પ્રિય નિબંધ છે !
હમીરસર પોંખે છે એને,
ધસમસતો એ અબંધ છે !
'કાન્ત' પલળે એની સાથે,
ચા- ભજિયાંનો પ્રબંધ છે ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મોટા બંધ સાથે અમારે ,
સદીઓનો સંબધ છે !
લાગણીઓ, શ્વસે છે એમાં,
બધું, બધું જ અકબંધ છે !
જોશભેર વહેવા લાગે એ,
વર્ષાનો એ પ્રિય નિબંધ છે !
હમીરસર પોંખે છે એને,
ધસમસતો એ અબંધ છે !
'કાન્ત' પલળે એની સાથે,
ચા- ભજિયાંનો પ્રબંધ છે ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment