ગઝલ
આ પાર છું , ને પેલે પાર છું ,
છું સર્વત્ર , ને હું શ્રીકાર છું.
આભમાં નીકળે મારી સવારી,
વાદળાં પર આજે સવાર છું.
ગર્જના મારી તાંડવ કરે કદી,
વીજળીનો સફેદ ચમકાર છું.
જડ -ચેતનમાં પ્રાણ પૂરું હું,
વરસું ઓણ હું ,અનરાધાર છું.
ચાતક,કારાયલ મને બોલાવે,
હું જ ઘોડો,ને હું જ અસવાર છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આ પાર છું , ને પેલે પાર છું ,
છું સર્વત્ર , ને હું શ્રીકાર છું.
આભમાં નીકળે મારી સવારી,
વાદળાં પર આજે સવાર છું.
ગર્જના મારી તાંડવ કરે કદી,
વીજળીનો સફેદ ચમકાર છું.
જડ -ચેતનમાં પ્રાણ પૂરું હું,
વરસું ઓણ હું ,અનરાધાર છું.
ચાતક,કારાયલ મને બોલાવે,
હું જ ઘોડો,ને હું જ અસવાર છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment