Monday, 13 February 2017

સલામ 

શહીદો  તમારી  શહાદતને   સલામ !
તમારી   હિંમત,બગાવતને  સલામ !

શૂલી  ને સેજ  માની ને,  પોઢી ગયા,
તમારી  વતન -મોહબત્તને  સલામ ! 

વંદે માતરમ ,આઝાદીનો ઘોષ લઈ,
કરેલી  મૃત્યુ ની -સોબત  ને સલામ !

હસતાં -હસતાં  કફન   ઓઢયું   તમે,
તમારી  વીરતા -  હિંમત ને સલામ !

ધન્ય   થઈ માતા, તમારા  જન્મથી,
'કાન્ત' , તમારી  તુરબત ને સલામ !
                     ***
-'કાન્ત'

No comments:

Post a Comment