ગઝલ
જળ નહીં , મૃગજળ હશે તો ચાલશે,
બે ચાર ક્ષણ અંજળ હશે તો ચાલશે.
શ્વાસમાંથી સંચરી આંસુઓ વહ્યા કરે,
ભીતરે કો ખળભળ હશે તો ચાલશે.
વાત મોઘમ આપને કરી દઉં એટલી,
ઈચ્છાઓ ભળભળ હશે તો ચાલશે.
ઓટ-ભરતી કવિતામાં આવ્યા કરે,
સાથ એનો પળ બેપળ હશે તો ચાલશે.
સાંજ વેળા ગોધૂલી કેવી ઊડ્યા કરે,
પદચાપની સળવળ હશે તો ચાલશે.
ગઝલના મોરચે તો રહેવું અડીખમ,
શબ્દની ચળવળ હશે તો ચાલશે.
***
-'કાન્ત'
જળ નહીં , મૃગજળ હશે તો ચાલશે,
બે ચાર ક્ષણ અંજળ હશે તો ચાલશે.
શ્વાસમાંથી સંચરી આંસુઓ વહ્યા કરે,
ભીતરે કો ખળભળ હશે તો ચાલશે.
વાત મોઘમ આપને કરી દઉં એટલી,
ઈચ્છાઓ ભળભળ હશે તો ચાલશે.
ઓટ-ભરતી કવિતામાં આવ્યા કરે,
સાથ એનો પળ બેપળ હશે તો ચાલશે.
સાંજ વેળા ગોધૂલી કેવી ઊડ્યા કરે,
પદચાપની સળવળ હશે તો ચાલશે.
ગઝલના મોરચે તો રહેવું અડીખમ,
શબ્દની ચળવળ હશે તો ચાલશે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment