Sunday, 31 July 2016

જિજીવિષા !

સળગતા    રણની    જિજીવિષા ,
સરી   જતી   ક્ષણની જિજીવિષા !

ખારવણની   આંખમાં     દરિયો,
સમયના સ્મરણની  જિજીવિષા !

શિવ  ધનુષ   કોણ  હવે  તોડશે ?
જનકને સ્વ પ્રણની  જિજીવિષા !

ઘૂંઘટ  હટાવી ભીતરે જયાં જોયું,
ગર્વને  વિસ્તરણની  જિજીવિષા !

સતત શૂન્યની સીમાથી આગળ,
'કાન્ત'ને   શરણની   જિજીવિષા ! 
                     ***
-'કાન્ત '






       


No comments:

Post a Comment