Friday, 1 July 2016

ગીત 

મન  મૂકીને   વરસો  મેઘા,
            મન મૂકીને વરસો. 
ભાંગો અમારી તરસ્યું મેઘા,
            ખેતર-વાડી વરસો !
મેઘા રે...મેઘા રે.....મેઘા રે..
વાટ   જોઈને  નજરું થાકી,
કહો   તમે હવે  શું છે બાકી ?
તરસી ધરાને તૃપ્ત કરો ને,
અનરાધાર  વરસો   મેઘા !
                    0મન મૂકીને..
આવન જાવન ગમે તમારું,
જીવન   છો ,  તમે   અમારું.
નાદ ગગનમાં ગજવી ગજવી,
સરિતા  સાગર   છલકો  મેઘા !
                     0મન મૂકીને..
દાદુર,  મોર,   બપૈયા  બોલે,
ધરતી   પણ  અંતરપટ ખોલે.
આજ   હવે   સૌ   સીમા છોડી, 
સચરાચાર    વરસો      મેઘા !
                      0મન મૂકીને....
મેઘા રે......મેઘા રે ..મેઘા રે..
                    ***
-'કાન્ત'
       

No comments:

Post a Comment