ગઝલ
આવજો, સંભાળજો ;ખુદાહાફિઝ ,
ક્ષણને શણગારજો ;ખુદાહાફિઝ.
આ ઘડીભર રાત નીકળી જશે,
સૂરને લહેરાવજો ; ખુદાહાફિઝ.
વરસતાં વાદળાં હજુ દૂર છે,
ઈશ્કને વરસાવજો;ખુદાહાફિઝ.
છે નજાકત તમારા અંગેઅંગમાં,
અમને સ્વીકારજો; ખુદાહાફિઝ.
સ્પર્શમાં કરિશ્મા છે કુદરતનો,
જરા હાથ અડાડજો;ખુદાહાફિઝ.
વફાદારી કોઈની કાયમ નથી,
વક્ત પર પોકારજો;ખુદાહાફિઝ.
શબ્દોની રમતમાં હું જીતી શકું,
'કાન્ત'ને રમાડજો; ખુદાહાફિઝ.
***
-'કાન્ત'
આવજો, સંભાળજો ;ખુદાહાફિઝ ,
ક્ષણને શણગારજો ;ખુદાહાફિઝ.
આ ઘડીભર રાત નીકળી જશે,
સૂરને લહેરાવજો ; ખુદાહાફિઝ.
વરસતાં વાદળાં હજુ દૂર છે,
ઈશ્કને વરસાવજો;ખુદાહાફિઝ.
છે નજાકત તમારા અંગેઅંગમાં,
અમને સ્વીકારજો; ખુદાહાફિઝ.
સ્પર્શમાં કરિશ્મા છે કુદરતનો,
જરા હાથ અડાડજો;ખુદાહાફિઝ.
વફાદારી કોઈની કાયમ નથી,
વક્ત પર પોકારજો;ખુદાહાફિઝ.
શબ્દોની રમતમાં હું જીતી શકું,
'કાન્ત'ને રમાડજો; ખુદાહાફિઝ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment