Saturday, 23 July 2016

ગઝલ 

મોસમને  પણ  ખબર છે,
પાંદડી  આ તરબતર છે.

વરસાદમાં  ન   ભીંજાય,
કેવું  આ  જડ  નગર   છે.

ઘૂંઘટ  હટયું ના રાતભર,
મિલનનો  આ  સફર  છે.

ગઝલને આખી સાંભળો,
ઘૂંટાયેલું અહીં જિગર છે.

આંખો   મળી  અચાનક,
અશ્રુથી ભરેલી ડગર છે.

અજવાળું ઊગ્યું  સવારે,
કિરણોથી એ  સભર  છે.

'કાન્ત' ક્ષણો છે ઘાયલ,
તોયે  સમય  અમર  છે.
              ***
-'કાન્ત '










No comments:

Post a Comment