ગઝલ
ક્ષણોનો સહવાસ યાદ આવશે,
સાથે લીધેલા શ્વાસ યાદ આવશે .
ઝાકળના એક નાજુક સ્પર્શમાં,
બે હોઠોની પ્યાસ યાદ આવશે.
આભ ગોરંભાય , વીજળી ચમકે,
મેં આપેલો વિશ્વાસ યાદ આવશે.
અંધકારથી ઘેરાયેલા આ મનમાં
પ્રેમનો શ્વેત ઉજાસ યાદ આવશે.
એક ચોમાસું પૂરેપૂરા પલળો તો,
ભીનાશ બારે માસ યાદ આવશે.
વેદના પીડશે શબ્દના પ્રસવની,
છંદ-મીટરના પ્રાસ યાદ આવશે .
આંસુઓ સૂકાઈને વહેશે નહીં,
ગાલે પડેલા ચાસ યાદ આવશે.
***
-'કાન્ત'
ક્ષણોનો સહવાસ યાદ આવશે,
સાથે લીધેલા શ્વાસ યાદ આવશે .
ઝાકળના એક નાજુક સ્પર્શમાં,
બે હોઠોની પ્યાસ યાદ આવશે.
આભ ગોરંભાય , વીજળી ચમકે,
મેં આપેલો વિશ્વાસ યાદ આવશે.
અંધકારથી ઘેરાયેલા આ મનમાં
પ્રેમનો શ્વેત ઉજાસ યાદ આવશે.
એક ચોમાસું પૂરેપૂરા પલળો તો,
ભીનાશ બારે માસ યાદ આવશે.
વેદના પીડશે શબ્દના પ્રસવની,
છંદ-મીટરના પ્રાસ યાદ આવશે .
આંસુઓ સૂકાઈને વહેશે નહીં,
ગાલે પડેલા ચાસ યાદ આવશે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment