ગઝલ
અંતર સાથે વાત કરી મેં,
ઊજળી ઊજળી રાત કરી મેં .
નામ સઘળાં ભૂંસી છેકીને,
મીરાં જેવી જાત કરી મેં.
ચોખું કર્યું મનનું આંગણીયું ,
મદ -મત્સરની ઘાત કરી મેં.
ક્ષણે ક્ષણને રંગી -શણગારી ,
સુંદર-અતિ સુંદર ભાત કરી મેં.
લક્ષ્મણજતિના પગલે ચાલીને,
શૂર્પણખાને મ્હાત કરી મેં.
***
-'કાન્ત'
અંતર સાથે વાત કરી મેં,
ઊજળી ઊજળી રાત કરી મેં .
નામ સઘળાં ભૂંસી છેકીને,
મીરાં જેવી જાત કરી મેં.
ચોખું કર્યું મનનું આંગણીયું ,
મદ -મત્સરની ઘાત કરી મેં.
ક્ષણે ક્ષણને રંગી -શણગારી ,
સુંદર-અતિ સુંદર ભાત કરી મેં.
લક્ષ્મણજતિના પગલે ચાલીને,
શૂર્પણખાને મ્હાત કરી મેં.
***
-'કાન્ત'
No comments:
Post a Comment