ગઝલ
નજરની આરપાર જીવું છું,
શ્વસું છું ને ચિક્કાર જીવું છું.
ઝરણાં-નદી -સરોવર વળોટી,
સાગરને વિસ્તાર જીવું છું.
કોયલના કંઠનો મહિમા છે,
ગીતના ભારોભાર જીવું છું.
હું શ્વાસની સીડી ચડી શકું,
'હું' ની હદબહાર જીવું છું.
ક્ષણોની આવજાવ વર્તાય ને,
'કાન્ત' થઈ સવાર; જીવું છું.
***
-'કાન્ત'
નજરની આરપાર જીવું છું,
શ્વસું છું ને ચિક્કાર જીવું છું.
ઝરણાં-નદી -સરોવર વળોટી,
સાગરને વિસ્તાર જીવું છું.
કોયલના કંઠનો મહિમા છે,
ગીતના ભારોભાર જીવું છું.
હું શ્વાસની સીડી ચડી શકું,
'હું' ની હદબહાર જીવું છું.
ક્ષણોની આવજાવ વર્તાય ને,
'કાન્ત' થઈ સવાર; જીવું છું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment