Wednesday, 27 July 2016

વરસી પડ !

આવું   રૂપ   હમીરસરનું  જોવું  અમારે,
વરસી  પડ   મેઘા   હવે   સાંબેલાધારે.

કચ્છના  હૈયામાં  ચાતકની  આતુરતા,
અષાઢ મહિનો કોરો પજવે વ્યાકુળતા,

નિર્જન વનવગડે જીવ જંતુઓ  પોકારે. 
વરસી   પડ  મેઘા   હવે   સાંબેલાધારે 
                                       
બળતે બપોર જલે છે  અહીં અરમાનો,
વાદળની વાટમાં કોના નડે  ફરમાનો ?

ધરાના મનની વેદના સમજી લે પ્યારે. 
વરસી  પડ  મેઘા   હવે    સાંબેલાધારે.

સૌ  યાચે   છે ઘનઘોર ઘટા મતવાલી,
વીજળીનો ચમકારો  ગર્જનાની  તાલી.

ખવડાવશું લાપસી આવીશ  તું જયારે,
વરસી   પડ  મેઘા   હવે   સાંબેલાધારે.
                        ***
-'કાન્ત'











No comments:

Post a Comment