Sunday, 3 July 2016

ગઝલ 

હવે   તું  એકરાર  કરી લે,
ભૂલનો   સ્વીકાર  કરી લે.

ઈચ્છા  પજવે જો  સતત,
સ્વને  નિરાકાર  કરી  લે.

ફરી ઊઠ, ઊભો  થઈ  જા,
ખુદને  પડકાર   કરી  લે.

જોઈ લે  ખરતા સમયને, 
ક્ષણનો  વિસ્તાર  કરી લે.

દર્દની  શી    છે   વિસાત ?
અશ્રુ સંગ ,વિહાર કરી લે.

ટહુકાની   માવજત   કર,
સૂરોમાં કિલકાર  કરી લે.

જો અજવાળું  ઊગ્યું  હવે,
'કાન્ત'ના  દીદાર કરી લે.
               ***
-'કાન્ત'





No comments:

Post a Comment