Saturday, 2 July 2016

ગઝલ 

હું તને કશું  નહીં  આપી  શકું,
બે-ચાર કદમ નહીં કાપી શકું.

આવી  જા મારા આશ્લેષમાં,
દૂરથી  તને  નહીં માપી શકું.

ગુનો   તો  કર્યો   છે  બેધડક,
વેણથી તને  નહીં શ્રાપી શકું.

સ્મૃતિ પજવ્યા કરે છે સતત,
અહીં  તને  નહીં  સ્થાપી શકું.

ક્ષણો વિસ્તર્યા કરે સમયમાં,
ટકોરામાં  નહીં   વ્યાપી શકું.
                  ***
-'કાન્ત'











No comments:

Post a Comment