Wednesday, 6 July 2016

ગઝલ 

પગરવ  વર્ષાનો  સંભળાય  છે,
મેઘદૂતને  બરાબર  કળાય  છે.

ઘટાટોપ  વાદળાં  છે  છવાયાં ,
વીજનો  ચમકારો વરતાય છે.

અષાઢીબીજની  સોહતી  સાંજે,
પવન   કામાય    લહેરાય   છે.

ધરતી  આકુળ-વ્યાકુળ  થાતી,
લાડાના   વિચારે   ભીંજાય  છે. 

હમીરસર હોંશે હોંશે હિલોળા લે,
નજરુંમાં  નવાં પાણી દેખાય છે.

નદી-નાળાં થયાં  છે ઉતાવળાં ,
દાદુર કંઠે રાગ માઢ ગવાય છે.

આવી  જા;હવે વરસી જા બાપ, 
'કાન્ત'ની  ગઝલ તરસાય  છે. 
                   ***





No comments:

Post a Comment