આવી અષાઢીબીજ !
મારું ભુજ બોલે છે, આવી અષાઢીબીજ !
સૌના હૈયાં ડોલે છે, આવી અષાઢીબીજ !
કારાયલ કેકારવ કરે કોટે માઢ રાગમાં,
ઘૂંઘટપટ ખોલે છે, આવી અષાઢીબીજ !
હમીરસર પ્રતીક્ષા કરે, ધરતીના લાડાની,
ભડલીવાક્ય તોલે છે, આવી અષાઢીબીજ !
લાપસીનાં રાંધણ મૂકાયાં ,નવોઢાના હાથે,
સજણ યાદ ઠોલે છે, આવી અષાઢીબીજ !
દરિયો ને રણ ગોઠડી કરે મોરચંગ સાથે,
'કાન્ત' મેઘ ફોલે છે, આવી અષાઢીબીજ !
***
-'કાન્ત'
મારું ભુજ બોલે છે, આવી અષાઢીબીજ !
સૌના હૈયાં ડોલે છે, આવી અષાઢીબીજ !
કારાયલ કેકારવ કરે કોટે માઢ રાગમાં,
ઘૂંઘટપટ ખોલે છે, આવી અષાઢીબીજ !
હમીરસર પ્રતીક્ષા કરે, ધરતીના લાડાની,
ભડલીવાક્ય તોલે છે, આવી અષાઢીબીજ !
લાપસીનાં રાંધણ મૂકાયાં ,નવોઢાના હાથે,
સજણ યાદ ઠોલે છે, આવી અષાઢીબીજ !
દરિયો ને રણ ગોઠડી કરે મોરચંગ સાથે,
'કાન્ત' મેઘ ફોલે છે, આવી અષાઢીબીજ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment