ગીત
આંખો અમારી સૂકી ભઠ્ઠ થઈ ગઈ,
સૂકાયા આંસુઓના પૂર.
વાટ જોઈ જોઈને નજરુંએ થાકી ગઈ,
મેહુલા તું રહ્યો દૂર દૂર !
વીજળી ચમકે ને , પડઘાય ગાજણ ,
નદીઓ આવે દોડતી,
ફેરવું મોં તો સામટી છણકો કરે,
એ તો લાગે મને ક્રૂર !
હાથનાં નેઝવાં કરી ખેડૂ ઊભો રે,
દૂર-સુદૂર દ્રષ્ટિ નાખે,
ઓણની સાલ મેઘા વરસી પડજે ,
નથી મોઢા પર નૂર !
લાગણી વાઢીને તને સંદેશો મોકલું,
કચ્છ પર કૃપા કરજે,
બેસીને આભની અટારીએ વિચારજે,
બની જાજે તું શૂર !
એક વાત તને અંગત અંગત કહેવી,
બાપ વરસી પડજે.
મોઘમમાં ઈશારો સમજીને મારો ,
ઉતારજે વર્ષાની હૂર !
***
-'કાન્ત'
આંખો અમારી સૂકી ભઠ્ઠ થઈ ગઈ,
સૂકાયા આંસુઓના પૂર.
વાટ જોઈ જોઈને નજરુંએ થાકી ગઈ,
મેહુલા તું રહ્યો દૂર દૂર !
વીજળી ચમકે ને , પડઘાય ગાજણ ,
નદીઓ આવે દોડતી,
ફેરવું મોં તો સામટી છણકો કરે,
એ તો લાગે મને ક્રૂર !
હાથનાં નેઝવાં કરી ખેડૂ ઊભો રે,
દૂર-સુદૂર દ્રષ્ટિ નાખે,
ઓણની સાલ મેઘા વરસી પડજે ,
નથી મોઢા પર નૂર !
લાગણી વાઢીને તને સંદેશો મોકલું,
કચ્છ પર કૃપા કરજે,
બેસીને આભની અટારીએ વિચારજે,
બની જાજે તું શૂર !
એક વાત તને અંગત અંગત કહેવી,
બાપ વરસી પડજે.
મોઘમમાં ઈશારો સમજીને મારો ,
ઉતારજે વર્ષાની હૂર !
***
-'કાન્ત'
No comments:
Post a Comment