વરસાદ !
વરસી પડ વરસાદ, હવે તું હેલી થઈને ,
મારામાં પડઘાતો આજે તું શેરી થઈને .
છબછબિયાં પાણીના જો મને બોલાવે,
ઉંમરનાં બંધનો , સહજતાથી એ છોડાવે.
વાદળીઓ દોડે નભમાં,કેવી ઘેલી થઈને,
મારામાં પડઘાતો આજે તું શેરી થઈને .
ધિંગામસ્તી-દોડાદોડી ,ભાઈબંધો સથવારે,
વહેતા પાણીમાં સૌ ,કાગળની નૌકા હંકારે.
કેસરાસર કરે ધુબાકા ,મારી ડેલી થઈને,
મારામાં પડઘાતો આજે તું શેરી થઈને.
પાલરધૂનાની કોતરો, જળનો જળપ્રપાત,
આંખોમાં સમાયો જાણે જગતનો તાત.
મ્હોરી ઊઠે વનરાઈ જો રસઘેલી થઈને,
મારામાં પડઘાતો સદા તું શેરી થઈને.
***
-'કાન્ત'
0કેસરાસર -મારા ગામનું તળાવ
0પાલરધૂનો-મારા ગામની બાજુમાં
આવેલો ધોધ.
વરસી પડ વરસાદ, હવે તું હેલી થઈને ,
મારામાં પડઘાતો આજે તું શેરી થઈને .
છબછબિયાં પાણીના જો મને બોલાવે,
ઉંમરનાં બંધનો , સહજતાથી એ છોડાવે.
વાદળીઓ દોડે નભમાં,કેવી ઘેલી થઈને,
મારામાં પડઘાતો આજે તું શેરી થઈને .
ધિંગામસ્તી-દોડાદોડી ,ભાઈબંધો સથવારે,
વહેતા પાણીમાં સૌ ,કાગળની નૌકા હંકારે.
કેસરાસર કરે ધુબાકા ,મારી ડેલી થઈને,
મારામાં પડઘાતો આજે તું શેરી થઈને.
પાલરધૂનાની કોતરો, જળનો જળપ્રપાત,
આંખોમાં સમાયો જાણે જગતનો તાત.
મ્હોરી ઊઠે વનરાઈ જો રસઘેલી થઈને,
મારામાં પડઘાતો સદા તું શેરી થઈને.
***
-'કાન્ત'
0કેસરાસર -મારા ગામનું તળાવ
0પાલરધૂનો-મારા ગામની બાજુમાં
આવેલો ધોધ.
No comments:
Post a Comment