ગઝલ
વરસાદની પધરામણી ચોતરફ,
ભીની -ભીની લાગણી ચોતરફ.
હમીરસર ઓગને, આ શ્રાવણમાં,
ભુજવાસીઓની માગણી ચોતરફ.
લીલી ઓઢણી ધરા પર શોભતી,
ફરફર છાંટાની સતામણી ચોતરફ.
મેઘલાડુ મઘમઘે ભુજિયા સુધી,
ધરતીપુત્રોની વાવણી ચોતરફ.
નગર આખું પલળવા આતુર છે,
મોટાબંધની વધામણી ચોતરફ .
***
-'કાન્ત'
વરસાદની પધરામણી ચોતરફ,
ભીની -ભીની લાગણી ચોતરફ.
હમીરસર ઓગને, આ શ્રાવણમાં,
ભુજવાસીઓની માગણી ચોતરફ.
લીલી ઓઢણી ધરા પર શોભતી,
ફરફર છાંટાની સતામણી ચોતરફ.
મેઘલાડુ મઘમઘે ભુજિયા સુધી,
ધરતીપુત્રોની વાવણી ચોતરફ.
નગર આખું પલળવા આતુર છે,
મોટાબંધની વધામણી ચોતરફ .
***
-'કાન્ત'
No comments:
Post a Comment