સ્પર્શ !
(અછાંદશ )
તારો સ્પર્શ રોમાંચિત કરે છે મને
રોમેરોમ પુલકિત.
અલૌકિક અનુભવ !
પૂછું છું હું અમાસના અંધકારને
તું કયારે પામીશ ચાંદનીનો સ્પર્શ ?
ચંદ્ર સાથે શું તારે કિટ્ટા છે ?
જો હું તો મારી પ્રિયતમાને સ્પર્શું છું.
ગાઢ અંધારામાંયે એ દેખાય છે મને.
કાળો મેશ અંધકાર વિચલિત
થઈ જાય છે !
કહે છે , ચાંદની તો પેલે કિનારે છે
હું આ કિનારે !
હું કંઈ માણસ થોડો છું !
જે બે કિનારાને જોડી શકે !
તું તો માણસ છે ને.....
હા.....હું બે કિનારાને જોડતો સેતુ બનાવું છું ,
પણ એ સ્પર્શને પામવા માટે નહીં
માત્ર જડ રસ્તાને પામવા માટે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો.99090 71588
(અછાંદશ )
તારો સ્પર્શ રોમાંચિત કરે છે મને
રોમેરોમ પુલકિત.
અલૌકિક અનુભવ !
પૂછું છું હું અમાસના અંધકારને
તું કયારે પામીશ ચાંદનીનો સ્પર્શ ?
ચંદ્ર સાથે શું તારે કિટ્ટા છે ?
જો હું તો મારી પ્રિયતમાને સ્પર્શું છું.
ગાઢ અંધારામાંયે એ દેખાય છે મને.
કાળો મેશ અંધકાર વિચલિત
થઈ જાય છે !
કહે છે , ચાંદની તો પેલે કિનારે છે
હું આ કિનારે !
હું કંઈ માણસ થોડો છું !
જે બે કિનારાને જોડી શકે !
તું તો માણસ છે ને.....
હા.....હું બે કિનારાને જોડતો સેતુ બનાવું છું ,
પણ એ સ્પર્શને પામવા માટે નહીં
માત્ર જડ રસ્તાને પામવા માટે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો.99090 71588
No comments:
Post a Comment