ગઝલ
અહીં કશું કાયમ નથી,
બધો સમયનો ખેલ છે.
તલની કિંમત ત્યાં સુધી,
જ્યાં સુધી તેમાં તેલ છે.
વખત ને વખાણો ભાઈ,
એ મમરા વગરની ભેલ છે.
પદ-પ્રતિષ્ઠા, રહે તો તમે,
નહીં તો તું નો ખેલમખેલ છે.
માનવીની ભવાઈ ભજવાય,
કુરનિશમાં મનનો મેલ છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
અહીં કશું કાયમ નથી,
બધો સમયનો ખેલ છે.
તલની કિંમત ત્યાં સુધી,
જ્યાં સુધી તેમાં તેલ છે.
વખત ને વખાણો ભાઈ,
એ મમરા વગરની ભેલ છે.
પદ-પ્રતિષ્ઠા, રહે તો તમે,
નહીં તો તું નો ખેલમખેલ છે.
માનવીની ભવાઈ ભજવાય,
કુરનિશમાં મનનો મેલ છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment