પાલરધૂનો !
મારા બચપણને બોલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે છે મારે બહુ જૂનો !
એના ખોળામાં ગીત ખુશીના ગાયા ,
નાહ્યા-નાચ્યા -નાગા-પૂગા શરમાયા.
અંતરપટને છો ખોલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે છે મારે બહુ જૂનો.
નદીપટમાં,રંગરંગીલી ઈંધરલઠમાં ,
ભાઈબંધ દોડ્યા'તા સીધી સટમાં.
આજે મોજથી ડોલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે છે મારે બહુ જૂનો.
ધોધ નથી એ,એ છે કુદરતનો બોધ,
અમે કરી'તી વગડા સંગ નવી શોધ.
મારા ઘડપણને ઝૂલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે મારે છે બહુ જૂનો
***.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મારા બચપણને બોલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે છે મારે બહુ જૂનો !
એના ખોળામાં ગીત ખુશીના ગાયા ,
નાહ્યા-નાચ્યા -નાગા-પૂગા શરમાયા.
અંતરપટને છો ખોલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે છે મારે બહુ જૂનો.
નદીપટમાં,રંગરંગીલી ઈંધરલઠમાં ,
ભાઈબંધ દોડ્યા'તા સીધી સટમાં.
આજે મોજથી ડોલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે છે મારે બહુ જૂનો.
ધોધ નથી એ,એ છે કુદરતનો બોધ,
અમે કરી'તી વગડા સંગ નવી શોધ.
મારા ઘડપણને ઝૂલાવે પાલરધૂનો ,
સંબંધ એની સાથે મારે છે બહુ જૂનો
***.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment