જો તો ખરો !
સૂતરના તાંતણાંની માલીપા ,જો તો ખરો,
સ્નેહ બંધનના કેટલાં તંતુઓ સંચરે !
બ્હેનીના કંઠે ગવાયેલાં ગીતોને રાખજે
તારાં ભીના-ભીના અંતરે !
કાંડે તે બાંધી રક્ષાની રાખડી ને ,
મોઢામાં મૂકી છે સાકર
ભગિનીના પ્રેમ આગળ ગદગદ થઈ
જાય મારો ઠાકર
બાંધીને રુદિયાને રક્ષાબંધનથી ,જો તો ખરો
કેવા ભાગે રિપુઓ રક્ષાના મંતરે !
0બ્હેનીના...
અજવાળે ઓઢે બ્હેની ,ભાઈ તારાં ઓરતાં ,
ને એનું ફળિયું રાત આખી જાગે
ક્ષેમકુશળ તારા વિધાતા પાસે
લડી લડી ને એ માંગે
આંગણીયું ઓગાળીને ,જો તો ખરો
કેવી ચાંદની બિછાવી છે કુદરતના તંતરે !
0બ્હેનીના...
કલબલતી થાય જયાં પૂનમની શ્રાવણી સવાર,
આજ મારા ભઈલાના ઘેર જઈશ
ભાઈના કાંડામાં બાંધીશ હું રક્ષા,
બસ બ્હેનીની ની એક જ તવાર !
ખમ્મા મારા વીરને ખોલીને ,જો તો ખરો
સંભળાશે આ શબ્દો,તને 'કાન્ત 'ના જંતરે !
0બ્હેનીના...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સૂતરના તાંતણાંની માલીપા ,જો તો ખરો,
સ્નેહ બંધનના કેટલાં તંતુઓ સંચરે !
બ્હેનીના કંઠે ગવાયેલાં ગીતોને રાખજે
તારાં ભીના-ભીના અંતરે !
કાંડે તે બાંધી રક્ષાની રાખડી ને ,
મોઢામાં મૂકી છે સાકર
ભગિનીના પ્રેમ આગળ ગદગદ થઈ
જાય મારો ઠાકર
બાંધીને રુદિયાને રક્ષાબંધનથી ,જો તો ખરો
કેવા ભાગે રિપુઓ રક્ષાના મંતરે !
0બ્હેનીના...
અજવાળે ઓઢે બ્હેની ,ભાઈ તારાં ઓરતાં ,
ને એનું ફળિયું રાત આખી જાગે
ક્ષેમકુશળ તારા વિધાતા પાસે
લડી લડી ને એ માંગે
આંગણીયું ઓગાળીને ,જો તો ખરો
કેવી ચાંદની બિછાવી છે કુદરતના તંતરે !
0બ્હેનીના...
કલબલતી થાય જયાં પૂનમની શ્રાવણી સવાર,
આજ મારા ભઈલાના ઘેર જઈશ
ભાઈના કાંડામાં બાંધીશ હું રક્ષા,
બસ બ્હેનીની ની એક જ તવાર !
ખમ્મા મારા વીરને ખોલીને ,જો તો ખરો
સંભળાશે આ શબ્દો,તને 'કાન્ત 'ના જંતરે !
0બ્હેનીના...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment