ગઝલ !
શબ્દોનો હું સરવાળો છું ,
ખુદનો હું અજવાળો છું !
મોસમ મારી ગીત ગઝલ,
ગ્રીષ્મનો હું ગરમાળો છું !
રાસેશ્વર સાથે રાસ રમું,
નટવર હું લટકાળો છું !
રિમઝિમ વરસે છે ગગન,
સરોવરની હું પાળો છું !
ચાદર ઓઢીને સૂઈ જા તું,
દરવાજાનો હું તાળો છું !
અંતર મારું સાફ ધવલ,
તનથી ભલે હું કાળો છું !
આવી જા કાયા સંકોરી,,
થાકેલાનો હું માળો છું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment