શ્રી રામ છું !
ચેતનામાં વસું , હું શ્રી રામ છું ,
શ્વાસે શ્વાસમાં શ્વસું ,હું શ્રી રામ છું.
મર્યાદા પુરષોત્તમ કહે છે તું મને,
તારા દંભ પર હસું, હું શ્રી રામ છું.
પતિત પાવન રૂપ છે,સદા મારું,
તલભાર નહીં ખસું, હું શ્રી રામ છું .
પારકી છઠ્ઠીનો નથી તું જાગતલ,
સત્ય કસોટીએ કસું ,હું શ્રી રામ છું.
અહલ્યા-કેવટ-ગૂહ-હો કે શબરી,
પ્રાણ થઈને રસું ,હું શ્રી રામ છું.
આજેય જીવે છે રાવણ અહીં ,
કાળ થઈને ધસું ,હું શ્રી રામ છું.
ઉપવાસ કરવો છે,તો કરી લે તું,
તીરને કયાં ઘસું ?હું શ્રી રામ છું
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ચેતનામાં વસું , હું શ્રી રામ છું ,
શ્વાસે શ્વાસમાં શ્વસું ,હું શ્રી રામ છું.
મર્યાદા પુરષોત્તમ કહે છે તું મને,
તારા દંભ પર હસું, હું શ્રી રામ છું.
પતિત પાવન રૂપ છે,સદા મારું,
તલભાર નહીં ખસું, હું શ્રી રામ છું .
પારકી છઠ્ઠીનો નથી તું જાગતલ,
સત્ય કસોટીએ કસું ,હું શ્રી રામ છું.
અહલ્યા-કેવટ-ગૂહ-હો કે શબરી,
પ્રાણ થઈને રસું ,હું શ્રી રામ છું.
આજેય જીવે છે રાવણ અહીં ,
કાળ થઈને ધસું ,હું શ્રી રામ છું.
ઉપવાસ કરવો છે,તો કરી લે તું,
તીરને કયાં ઘસું ?હું શ્રી રામ છું
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment