ગઝલ !
મન ભરીને મુલાકાત કરી છે અમે,
અમારા એકાંતથી વાત કરી છે અમે
ક્ષણો ,ખૂબસૂરત ખુદ ને મળવાની,
ઘૂંટી ને ઉજળી , જાત કરી છે અમે.
તમસનું શું ,પ્રકાશ એને હરાવશે,
હવે , જાગરણની રાત કરી છે અમે.
કશુંએ બેરંગ નથી ,આ દુનિયામાં,
રંગ પૂરી, નવી ભાત કરી છે અમે.
સલામ છે સમયથી લડનારાઓને ,
પ્રાર્થના ઈશ્વરને ,સાત કરી છે અમે.
સદનસીબ ,નમો છે અમારી સાથે,
વેદનાઓને મ્હાત , કરી છે અમે.
હજુએ મોડું નથી થયું,ચેતના ભરો,
માણસ થઈ ,શરૂઆત કરી છે અમે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
મન ભરીને મુલાકાત કરી છે અમે,
અમારા એકાંતથી વાત કરી છે અમે
ક્ષણો ,ખૂબસૂરત ખુદ ને મળવાની,
ઘૂંટી ને ઉજળી , જાત કરી છે અમે.
તમસનું શું ,પ્રકાશ એને હરાવશે,
હવે , જાગરણની રાત કરી છે અમે.
કશુંએ બેરંગ નથી ,આ દુનિયામાં,
રંગ પૂરી, નવી ભાત કરી છે અમે.
સલામ છે સમયથી લડનારાઓને ,
પ્રાર્થના ઈશ્વરને ,સાત કરી છે અમે.
સદનસીબ ,નમો છે અમારી સાથે,
વેદનાઓને મ્હાત , કરી છે અમે.
હજુએ મોડું નથી થયું,ચેતના ભરો,
માણસ થઈ ,શરૂઆત કરી છે અમે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment