ગઝલ
જોઉં છું આકાશ તારી આંખમાં,
સૂર્યનો છે પ્રકાશ તારી આંખમાં.
કોણ લઈ જાય મને એ તરફ ?
શિવમનો કૈલાશ તારી આંખમાં.
શું છે મિલન,વિરહ,ઘેલછા ને છળ ?
એ બધાનો અવકાશ તારી આંખમાં.
તારા વિનાની રાતનો શો અર્થ છે ?
તારે મઢેલી અમાસ તારી આંખમાં.
ધારી જવાનું આખરે નક્કી કર્યું,
ધારણાનો છે વિકાસ તારી આંખમાં.
મળ્યો ન મને પૂરો સમય રોવા,
'કાન્ત' લાગે ભીનાશ તારી આંખમાં.
***
-'કાન્ત'
જોઉં છું આકાશ તારી આંખમાં,
સૂર્યનો છે પ્રકાશ તારી આંખમાં.
કોણ લઈ જાય મને એ તરફ ?
શિવમનો કૈલાશ તારી આંખમાં.
શું છે મિલન,વિરહ,ઘેલછા ને છળ ?
એ બધાનો અવકાશ તારી આંખમાં.
તારા વિનાની રાતનો શો અર્થ છે ?
તારે મઢેલી અમાસ તારી આંખમાં.
ધારી જવાનું આખરે નક્કી કર્યું,
ધારણાનો છે વિકાસ તારી આંખમાં.
મળ્યો ન મને પૂરો સમય રોવા,
'કાન્ત' લાગે ભીનાશ તારી આંખમાં.
***
-'કાન્ત'
No comments:
Post a Comment