ગીત !
શ્વાસોમાં સમાયું ગીતોનું ગુંજન,
ને કાનમાં વાગે વાંસળીના સૂર !
પાનેતરના બદલામાં માગ્યા મેં,
માવતરના સ્નેહના વહેતા પૂર !
ખડકી ખોલીને જ્યાં જોઉં તો હું,
ફળિયામાં ઉઘડયું આખું આકાશ !
છાલકે છલકાતું મારું પાણીયારું,
રેતી ને માટીથી મેં ઉજ્મ્યો પ્રકાશ !
ભોળી બની હું સાહ્યબાને પૂછતી,
આપશો ને મને તમારો સહવાસ ?
ટમટમતા તારલિયા જાગ્યા શેં ,
મારો પરણેતર છે આંખનો નૂર !
શ્વાસોમાં સમાયું ગીતોનું ગુંજન,
ને કાનમાં વાગે વાંસળીના સૂર !
પાનેતરના બદલામાં માગ્યા મેં,
માવતરના સ્નેહના વહેતા પૂર !
ખડકી ખોલીને જ્યાં જોઉં તો હું,
ફળિયામાં ઉઘડયું આખું આકાશ !
છાલકે છલકાતું મારું પાણીયારું,
રેતી ને માટીથી મેં ઉજ્મ્યો પ્રકાશ !
ભોળી બની હું સાહ્યબાને પૂછતી,
આપશો ને મને તમારો સહવાસ ?
ટમટમતા તારલિયા જાગ્યા શેં ,
મારો પરણેતર છે આંખનો નૂર !
No comments:
Post a Comment