Sunday, 6 March 2016

શિવ  !

શિર ચંદ્ર, ગંગા, જટાધારી  શિવ,
તાંડવ નૃત્યના  અધિકારી  શિવ !

ક્ષીર    સાગરમાં    બિરાજનારા,
હરિ ,  વિષ્ણુના   પુજારી    શિવ !

કૈલાસ  શિખરે છે શંભુનાં બેસણાં ,
કામદેવના મારક સંહારી   શિવ !

ભોળા મહાદેવ  જલ્દીથી    રીઝે,
બમ  બમ   ભોલે   ભંડારી  શિવ !

વિષ નાગ માળા કંઠે  ધારણ કરે,
'કાન્ત' શ્મશાનના વિહારી  શિવ !
                    ***
-'કાન્ત'
  










No comments:

Post a Comment