ગઝલ
શબ્દની ગણો મહેર તો મહેર પીને,
લયબદ્ધ ગઝલની કોઈ બહેર પીને.
કર્યો વહેવાર મેં કવિ -કવિતા સાથે,
લખું છું આટલું એટલે લહેર પીને.
મન વચાળે એક લીટી દોરવી છે,
જીવી જવું છે હલાહલ ઝેર પીને.
મારા શ્વાસમાં તારા શ્વાસ ખળભળે,
નયન પણ થાકી ગયાં કાળો કેર પીને.
કોણ દસ્તક દેતું બારણે મેઘલી રાતે ?
ગામડું સૂતું છે અહીં આખું શહેર પીને.
બનાવટની પાંખો સજીને ઊડે સંબંધ ,
કનડે છે એ બધાં કડવો વેર પીને.
***
-'કાન્ત'
શબ્દની ગણો મહેર તો મહેર પીને,
લયબદ્ધ ગઝલની કોઈ બહેર પીને.
કર્યો વહેવાર મેં કવિ -કવિતા સાથે,
લખું છું આટલું એટલે લહેર પીને.
મન વચાળે એક લીટી દોરવી છે,
જીવી જવું છે હલાહલ ઝેર પીને.
મારા શ્વાસમાં તારા શ્વાસ ખળભળે,
નયન પણ થાકી ગયાં કાળો કેર પીને.
કોણ દસ્તક દેતું બારણે મેઘલી રાતે ?
ગામડું સૂતું છે અહીં આખું શહેર પીને.
બનાવટની પાંખો સજીને ઊડે સંબંધ ,
કનડે છે એ બધાં કડવો વેર પીને.
***
-'કાન્ત'
No comments:
Post a Comment