ગઝલ
વાતમાં સૂર પૂરાવ ને દે તાળી ,
અંટસ ને દૂર ભગાવ ને દે તાળી.
ફાંકો કે ફિશિયારી શા કામના ?
માંહ્યલાને જગાવ ને દે તાળી .
દર્પણ સામે ખુલ્લો થતાં સીખ,
છોડી દે ખોટો દેખાવ ને દે તાળી.
વેર લેવાનો નવો માર્ગ બતાવું,
શત્રુને દે સરપાવ ને દે તાળી.
સરગમ થઈને નીકળશે ક્ષણો,
તબલાને તું ચડાવ ને દે તાળી.
દિશાશૂન્ય રસ્તે શેં ઊભો છે ?
ખુદને મારગે લાવ ને દે તાળી.
આંખમાં સ્નેહનું આંજણ આંજી લે,
દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવ ને દે તાળી.
***
-'કાન્ત'
વાતમાં સૂર પૂરાવ ને દે તાળી ,
અંટસ ને દૂર ભગાવ ને દે તાળી.
ફાંકો કે ફિશિયારી શા કામના ?
માંહ્યલાને જગાવ ને દે તાળી .
દર્પણ સામે ખુલ્લો થતાં સીખ,
છોડી દે ખોટો દેખાવ ને દે તાળી.
વેર લેવાનો નવો માર્ગ બતાવું,
શત્રુને દે સરપાવ ને દે તાળી.
સરગમ થઈને નીકળશે ક્ષણો,
તબલાને તું ચડાવ ને દે તાળી.
દિશાશૂન્ય રસ્તે શેં ઊભો છે ?
ખુદને મારગે લાવ ને દે તાળી.
આંખમાં સ્નેહનું આંજણ આંજી લે,
દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવ ને દે તાળી.
***
-'કાન્ત'
No comments:
Post a Comment