Saturday, 5 March 2016

ગઝલ 

ભાગ્ય  કયાં  બદલી  શકાતું  હોય  છે ?
વિધાતાના   ચોપડે   લખાતું  હોય છે.

થાય,બચીએ  જળમાં થતા વમળથી,
પણ ,બાલટીમાંયે  એ  રચાતું હોય છે.

સ્વપ્નમાંથી યાદ તારી નીકળી  ગઈ,
એમાંયે   કેટલુંએ   સહેવાતું  હોય  છે.

વૈખરી  વાણીને  શાને વાપરવી  હવે ?
મૌનમાંયે  ઘણું બધું  કહેવાતું હોય છે.

સંતાકૂકડીની  રમત   શીખવી  પડશે,
મોત  પણ   કયારેક  લપાતું  હોય  છે.

ધરાથી ગગન સુધી કોણ વ્યાપી ગયું ?
'કાન્ત' એ તત્વને કયાં અડાતું હોય છે ?
                        ***
-'કાન્ત'




No comments:

Post a Comment