ગઝલ
ગીત હૃદયમાં લખાતું હોય છે,
એમ કયાં બોલી શકાતું હોય છે !
લે તને આપું સામટાભાવે 'હું,'
ખુદને લિલામ કરાતું હોય છે !
લાગણી જો માગણી થઈ ઊભરે ,
ત્રિશંકુની જેમ જીવાતું હોય છે !
થાય, પ્રેમ પાછળ ખપી જઈએ ,
કોઈ સાથે કયાં મરાતું હોય છે !
મોઢે વાહ વાહ થતી હોય જયારે ,
પીઠ ફેરવો ,ભૂંડું હસાતું હોય છે !
જીવનની રમતમાં ધ્યાન આપ ,
તન-મન બન્ને ઘસાતું હોય છે !
અશ્રુઓ જીરવી ન શકે વેદના,
કો ખૂણામાં બેસી રડાતું હોય છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment