ગઝલ
આ માગણી બહુ જૂની છે,
લાગે છે કે સમય ખૂની છે !
જે કહો તે અચૂક કરવું પડે,
સ્વભાવ મારોયે ધૂની છે !
શબ્દને રસ્તો નહીં જ મળે,
આ સાધુબાબા મૌની છે !
મારી એકલતા છે ફાંકડી ,
તો, બારાત આ કોની છે ?
આ મેચ આપણે જીતવાના,
ટીમનો કેપ્ટન ધોની છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment