ગઝલ
ભલાની કિમત નથી ,બુરા તણો સ્વીકાર છે,
સત્યને નાખ ખાડામાં,અસત્યની ભરમાર છે !
શિયાળવાંના ટોળામાં વનરાજ ડણક ભૂલે,
બાવન પત્તાની રાણી ,QUEEN તડીપાર છે !
નમ્રતાની જરૂરત નથી ,તું દબંગ થઈ જા ,
સીધા-સાદા -સરળની ,જિંદગી અસ્વીકાર છે !
ધંધા તું પણ સીખી લે ,હવે ગજવાં કાપવાના,
કર્મ કર -ફળની ઈચ્છા છોડ સંસાર અસાર છે !
દિલને કાં નાનું કરે ભાઈ, શાનમાં સમજી જા ,
મેળવવું હોય માન તો કપટી થવામાં સાર છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment