ગઝલ
તું આવ તો સહવાસ થઈ જશે,
મારું સદન આવાસ થઈ જશે !
આપણે સાથે ચાલીને જોઈએ ,
શ્રદ્ધા તણો પ્રવાસ થઈ જશે !
મનમંદિરમાં માથું નમાવી જો ,
ઈશ્વરનો ત્યાં નિવાસ થઈ જશે !
મને જોઈ જગત સલામી ભરે,
આ વાતે તને વિશ્વાસ થઈ જશે !
તું અચાનક મુજને સ્પર્શ ન કર,
સંવેદનાઓ ખલાસ થઈ જશે !
બાગમાં વહેલી સવારે આવજે,
નહિતર ઝાકળ ઉદાસ થઈ જશે !
રેસમાં દોડાવજે સફેદ ઘોડાને ,
કદાચ પાંચનાપચાસ થઈ જશે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment