ગઝલ
કોકને ,વટ પાડવાની ટેવ હોય છે,
મમરા સાથે સદાબહાર સેવ હોય છે !
ખોળાનો ખૂંદનાર મેળવવા માટે,
પથ્થર એટલા પૂજયા દેવ હોય છે !
વરસાદ છાપરે ચડીને ન પોકારે,
એટલે તો નળિયાને નેવ હોય છે !
વિરહ તો હમેશાં સદીઓમાં જ રહે,
મિલનની બસ એક જ ખેવ હોય છે !
'કાન્ત' જિંદગીનો સાર એટલો જ ,
ઘાટ ઘડેલા સોનાને રેવ હોય છે !
***
-'કાન્ત'
(ખેવ -ક્ષણ ,પળ )
No comments:
Post a Comment