ગઝલ
કયાં સુધી છંદમાં હું મુંજાતો રહું,
શાયર છું ,શાયરીથી ઓળખાતો રહું !
સાવ ખાલી છું ,મને ભરેલો ન ગણો,
છતાં તમે કહો તો હું ઠલવાતો રહું !
ગઝલમાં માપો કે માપો ગીતમાં,
શબ્દ સાધક છું ,હું શેં અટવાતો રહું !
તાળીઓ ન વગાડો તમે દુબારા કહી ,
કવિતાનો ઢોલ છું ,કાયમપીટાતો રહું !
દઈ સહારો મને બહાર તો ઊંચકો ,
બસ ,ઠાલા ઈર્શાદથી હું હરખાતો રહું !
ફૂંક મારી મંત્ર આપો , હું કાબિલ બનું,
તોય બસ છે કે હું તમને સમજાતો રહું !
અઢી અક્ષરનું નામ છે મારું 'કાન્ત',
કમળની જેમ ઊઘડી પુન :બીડાતો રહું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment