Friday, 8 May 2015

ગઝલ 
સોનેરી    કિરણો   પ્રવેશે  ઘરમાં,
તમારાં  ચરણ   પ્રવેશે    ઘરમાં !

વાવું  છોડ તુલસી  કુંડામાં  હું  ને,
શ્રી કૃષ્ણ શરણમ  પ્રવેશે  ઘરમાં !

સપનું  નિરંતર  એક જ આવે છે,
સોનાનું    હરણ  પ્રવેશે   ઘરમાં  !

કોણ  લઈ  જાય મને એની કાંધે ?
ચૂપચાપ  મરણ  પ્રવેશે  ઘરમાં  !

લાંઘા  પડ્યા છે કેટલા દિવસના,
ધીમેથી   જમણ  પ્રવેશે   ઘરમાં !

કવચ -કુંડલ મેં  માગી તો લીધા,
દાનેશ્વરી  કરણ   પ્રવેશે   ઘરમાં !

કલકલ વહુ  હું  ઝરણાની માફક,
ઝમઝમના ઝરણ પ્રવેશે ઘરમાં !
                     ***
-'કાન્ત'










No comments:

Post a Comment