ગઝલ
અહીં કયાં વસે છે માણસો,
રૂપિયાને શ્વસે છે માણસો !
કોણ મિત્ર, કોણ ભાઈ-ભાભી,
સંબંધો ને ગ્રસે છે માણસો !
છે વસમી સદીની બલિહારી,
બધું ઝૂંટવા ધસે છે માણસો !
ચહેરાથી ઓળખાતા નથી,
એટલું સુંદર હસે છે માણસો !
આધાર આપી ને ઊભા કરે ને,
ઓચિંતા ખસે છે માણસો !
કૂતરાની સોબત કરતા થયા,
ત્યારથી ભસે છે માણસો !
કેરીના કરંડિયામાં ગોઠવાઈ ,
'કાન્ત' મીઠું ડસે છે માણસો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment