દીકરી
પ્રેમના વિસ્તાર જેવી હું દીકરી છું ,
ગોળના કંસાર જેવી હું દીકરી છું !
અજવાળું ઊગે મુજ આગમનથી,
સ્નેહના પ્રસાર જેવી હું દીકરી છું !
હું શમણાની પાર ચાહું બન્ને કુળને,
સ્વરના ઉચ્ચાર જેવી હું દીકરી છું !
વેદના ધરબી દઉં હું ઘરના ખૂણે,
મંત્રના આધાર જેવી હું દીકરી છું !
હૃદયમાં લાગણી ભરી અપરંપાર ,
સીતાના સંસાર જેવી હું દીકરી છું !
રૂપ મારું ઝળહળે અનેક સ્વરૂપમાં,
મૌનના અણસાર જેવી હું દીકરી છું !
પરિવાર ભાવનાના શુભ ખેલમાં,
મહેંદીના શણગાર જેવી હું દીકરી છું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment