ગઝલ
તારે દ્વારે આવીને હું અટકી ગયો છું ,
મારી ભીતર એવો હું ભટકી ગયો છું !
ભલે કર ઘાયલ તારી આંખોથી મને,
નજરથી ક્યારનોય હું છટકી ગયો છું !
વળ ખાઉં છું શબ્દોની ગોઠવણીમાં ,
છંદ -મીટરના માંચડે લટકી ગયો છું !
દેખાઉં છું બહારથી આખો ને આખો,
અંદર કેટલીયે વાર બટકી ગયો છું !
જરા દંડ બેઠક કરી લઉં બરાબરની ,
'કાન્ત' મહેફિલમાં તો પટકી ગયો છું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment